Dominica pulled out of hosting T20 World Cup 2024 | આ ટુર્નામેન્ટ આવતા વર્ષે 4થી 30 જૂન દરમિયાન યોજાશે; અમેરિકાએ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત આયોજન કર્યું
સ્પોર્ટ્સ ડેસ્ક6 કલાક પેહલા
ડોમિનિકા T20 વર્લ્ડ કપ 2024ની મેચોની યજમાની નહીં કરે. ક્રિકઇન્ફો અનુસાર, ડોમિનિકા સરકારે ટુર્નામેન્ટની શરૂઆત પહેલા પ્રેક્ટિસ અને મેચના સ્થળો પર કામ પૂર્ણ કરવામાં દેશની અસમર્થતાને ટાંકીને આ નિર્ણય લીધો હતો. T20 વર્લ્ડ કપ 2024 4થી 30 જૂન દરમિયાન રમાશે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝના 10 શહેરોમાં 27 દિવસ સુધી 20 ટીમ વચ્ચે 55 મેચ રમાશે.
ડોમિનિકાને શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝના અન્ય છ દેશો સાથે ટુર્નામેન્ટ માટે યજમાન સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. આ છ દેશો એન્ટિગુઆ અને બાર્બુડા, બાર્બાડોસ, ગુયાના, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ અને ત્રિનિદાદ અને ટોબેગો છે. આ સિવાય ICCએ અમેરિકાના 3 શહેરોના નામ ફાઈનલ કર્યા છે જ્યાં T20 વર્લ્ડ કપની મેચો યોજાશે. જેમાં ન્યુયોર્ક, ફ્લોરિડા અને ડલ્લાસનો સમાવેશ થાય છે.
5-5 ટીમના 4 ગ્રુપ બનાવવામાં આવશે
20 ટીમોને 5 ટીમોના 4 જૂથોમાં વહેંચવામાં આવશે. ગ્રુપ સ્ટેજમાં 40 મેચ રમાશે. તમામ ગ્રુપની ટોપ 2-2 ટીમ સુપર-8 સ્ટેજમાં પહોંચશે, આ સ્ટેજમાં 12 મેચ રમાશે. સુપર-8ની ટોચની 2 ટીમ પણ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ટુર્નામેન્ટની ફાઈનલ 30 જૂન 2024ના રોજ સેમિફાઈનલની વિજેતા ટીમ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટમાં 27 દિવસમાં કુલ 55 મેચ રમાશે, જેમાં બે સેમિફાઈનલ, એક ફાઈનલ અને 52 ગ્રુપ સ્ટેજ મેચનો સમાવેશ થાય છે.
છેલ્લી 2 ટુર્નામેન્ટ 16 ટીમ સાથે યોજાઈ હતી
2021 અને 2022માં રમાયેલા છેલ્લા T20 વર્લ્ડ કપમાં 16 ટીમ હતી. 8 માંથી 4 ટીમ ક્વોલિફાયર રમી અને સુપર-12 સ્ટેજનો ભાગ બની. બંને ટુર્નામેન્ટમાં 45-45 મેચ રમાઈ હતી. 2007માં શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં હવે પ્રથમ વખત 20 ટીમ સામેલ થશે અને પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં 50થી વધુ મેચ રમાશે. ભારતે 2007માં પહેલું ટાઈટલ જીત્યું હતું, ઇંગ્લેન્ડની ટીમ છેલ્લી વખત 2022માં ચેમ્પિયન બની હતી.
અમેરિકામાં વર્લ્ડ કપ યોજવાના 2 મહત્વના કારણો
અમેરિકામાં T20 વર્લ્ડ કપ યોજવા પાછળ ICC પાસે બે મહત્વપૂર્ણ કારણો છે.
- પ્રથમ: ઉત્તર અમેરિકામાં ક્રિકેટ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ICCએ અહીં મજબૂત પકડ જમાવવા માટે આ પગલું ભર્યું છે.
- બીજું: ICC 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવા માગે છે. જો વર્લ્ડ કપ અમેરિકામાં યોજાશે તો ઓલિમ્પિકમાં પણ ક્રિકેટનો સમાવેશ થવાની આશા વધી જશે. ICCએ ઓલિમ્પિક સમિતિને સત્તાવાર રજૂઆત પણ કરી છે. જેના પર ઓલિમ્પિક કમિટી આ વર્ષના અંત સુધીમાં નિર્ણય લેશે.
Crédito: Link de origem



Comentários estão fechados.